ખેડા જિલ્લાના માતર પંથકમાં સર્જાયેલી જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો સ્થાનિક ખેડૂતોએ ભારે રોષ સાથે આક્ષેપ કર્યો છે. દેથલી, બામણગામ, સાયલા અને વિરોજા સહિતના આસપાસના 15 જેટલા ગામોમાં પાણીના નિકાલના માર્ગો પર મોટા પાયે દબાણ કરવામાં આવ્યા હોવાથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી
ખેડૂતોના જણાવ્યા અનુસાર, સોલાર પ્લાન્ટ અને વિવિધ કંપનીઓના અનધિકૃત દબાણો તથા કાંસ પર થયેલા દબાણોને કારણે વરસાદી પાણી આગળ વધી શક્યા નથી. સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને સમયસર પાણી નિકાલની કામગીરી ન કરવાના પાપે આ ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના માટે સીધી રીતે કોર્પોરેટ હાઉસ જવાબદાર છે.
અન્નદાતા પાયમાલ
આ માનવસર્જિત આફતના કારણે ખેતરો પાણીમાં ડૂબી જતા મોટા પાયે ડાંગરનું વાવેતર અને પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે, જેથી અન્નદાતા પાયમાલ થવાની આરે આવી ગયા છે. માતર વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ્સમાં પણ ખેતરો પાણીના વિશાળ પ્રવાહમાં ફેરવાઈ ગયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Jamnagar News : NEET બાદ હવે આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપર લીકનું ગ્રહણ, વોટ્સએપ પર પ્રશ્નો ફરતા થવાથી ખળભળાટ