મહિસાગર જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે.ધોધમાર પડેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે નદી-નાળા,કોતર અને તળાવો ઓવરફ્લો થતા રોડ-રસ્તાઓ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.મુશળધાર વરસાદને પગલે લુણાવાડા તાલુકાના સુવા ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પરથી પાણી જાણે કોઈ નદી વહેતી હોય તેમ ઝડપથી પસાર થઈ રહ્યું છે. 


[[$googlead]]

મહિસાગર જળબંબાકાર

અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા

આ કટોકટીની સ્થિતિ વચ્ચે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી સુવા ગામે દવા લેવા માટે આવેલા આશરે 22 જેટલા દર્દીઓ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે ફસાઈ ગયા હતા.સુવા ગામના નાયક ફળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.આ પરિસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનોએ ભારે મુશ્કેલી વચ્ચે માનવતા અને સમૂહભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

[[$alsoread]]

મહિસાગરમાં પાણી પાણી

25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા

જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાયક ફળિયાના 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.સ્થાનિકોએ જીવના જોખમે મૂંગા પશુઓને પણ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.હાલમાં ગ્રામજનો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Junagadh News: સોમનાથથી હરિદ્વાર સુધીની ટ્રેન કાયમી કરવા સાંસદ રાજેશ ચુડાસમાની રેલવે મંત્રીને રજૂઆત


  • Follow us on: