મોરબી જિલ્લામાં તેમજ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારોમાં વિતેલા કલાકો દરમિયાન પડેલા મુસળધાર વરસાદને પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાની મુખ્ય જીવાદોરી ગણાતો મચ્છુ-2 ડેમ તેની 100 ટકા સપાટીએ પહોંચીને સંપૂર્ણ ભરાઈ ગયો છે.

મચ્છુ-2 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો 

https://www.instagram.com/reel/DbM_iR5jXBi/?utm_source=ig_web_button_share_sheet

મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો

ઉપરવાસમાંથી પાણીની વિપુલ અને અવિરત આવક ચાલુ રહેતાં ડેમની સલામતી જાળવવા માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તુરંત એક્શન લેવામાં આવ્યા હતા. મચ્છુ-2 ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી મચ્છુ નદીના પટમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે.

મોરબી અને માળિયાના 29 ગામો સતર્ક

ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાતાં નદી બે કાંઠે વહેતી થઈ છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભરૂચ અને મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોરબી તાલુકા અને માળિયા મિયાણા તાલુકાના મળીને કુલ 29 જેટલા નીચાણવાળા ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે.

નદી કાંઠાના વિસ્તારો એલર્ટ 

તંત્ર દ્વારા મોરબી શહેરના નદી કાંઠાના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને તલાટીઓને એલર્ટ મોકલી દેવામાં આવ્યા છે. મચ્છુ નદીના પટમાં કે કોઝવે પર કોઈપણ વ્યક્તિએ જવું નહીં, પશુઓને નદી કિનારે ન લઈ જવા અને નીચાણવાળા ઘરોમાં રહેતા લોકોને જરૂર પડે સલામત સ્થળે ખસી જવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાઉડસ્પીકર અને રેવન્યુ ટીમો મારફતે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Himmatnagar: સાયબાપુરમાં સાબરમતી નદીના પૂરમાં ટ્રેક્ટર તણાયું, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર