નર્મદા જિલ્લા સહિત તેના ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં તીવ્ર વધારો થયો છે. જિલ્લાના રાજપીપળા નજીક આવેલા મહત્વના કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદથી ડેમની જળસપાટી નિયમન સ્તરની નજીક પહોંચી ગઈ છે.જળાશયની સલામતી અને પાણીના આવરાને સંતુલિત કરવા માટે વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને કરજણ ડેમના ૪ દરવાજા (ગેટ) ખોલી દેવામાં આવ્યા છે.
કરજણ નદીમાં પાણીની આવક
