હવામાન વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી આગાહીને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તમામ પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશ
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ આઈટીઆઈ (ITI)માં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી વાલીઓને મોટી રાહત મળી છે અને બાળકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવાયું છે.
