લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા પોરબંદર જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટની સાથે જ પોરબંદર શહેર તેમ જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ મેઘમહેરથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ
વરસાદી માહોલ અને ખરાબ હવામાનને પગલે પોરબંદરના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને જરૂરી સાવચેતી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.


