સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ચિંતાજનક રીતે વધી રહી છે. લખતર વાળા પર આવેલું ઐતિહાસિક ફાટસર તળાવ ઉપરવાસમાંથી થયેલી પાણીની પુષ્કળ આવકના કારણે ઓવરફ્લો થઈ ગયું હતું. પાણીનું સખત દબાણ વધતાં તળાવના પાળમાં એકસાથે 3 જગ્યાએ મોટું ભંગાણ પડ્યું હતું અને તળાવ તૂટી ગયું હતું.

તળાવના ધસમસતા પાણી લખતર શહેરમાં ઘૂસ્યા

ફાટસર તળાવમાં 3 જગ્યાએથી ભંગાણ સર્જાતાં જ લાખો ગેલન પાણી ધસમસતા પ્રવાહ સાથે બહાર ધસી આવ્યા હતા. જોતજોતામાં તળાવના પૂરના પાણી લખતર શહેરમાં ઘૂસી ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.


Surendranagar Rain Update: Fatsar Lake Breaches In 3 Places, Flood Water Enters Town in Lakhtar

મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે, યુદ્ધના ધોરણે કામગીરી

તળાવ તૂટવાની અને શહેરમાં પાણી ઘૂસવાની જાણ થતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લખતરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ફાટસર તળાવ ખાતે દોડી ગયો હતો. તંત્ર દ્વારા શહેરમાંથી પાણીના ઝડપી નિકાલ માટે જેસીબી અને અન્ય મશીનરીની મદદથી યુદ્ધના ધોરણે રાહત તથા નિકાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


https://twitter.com/sandeshnews/status/2083534251212058859


આ પણ વાંચો - Surendranagar Rain Update: ખેતરમાં પૂરના પાણી વચ્ચે ફસાયા નાગરિકો, નાના કેરાળામાં 6 મહિનાના માસૂમ સહિત 5 લોકોનું રેસ્ક્યૂ, Video