સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક આવેલા એક ખેતરમાં ખેતીકામ માટે ગયેલા પરિવારના 5 લોકો અને 6 મહિનાનું માસૂમ બાળક અચાનક પૂરના પાણી આવી જતાં ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા.

પ્રાંત અધિકારી અને ફાયરની ટીમે મોરચો સંભાળ્યો

ઘટના અંગે તંત્રને જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. વઢવાણ પ્રાંત અધિકારી, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ હોડીઓ સહિતના બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માસૂમ બાળક અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Surendranagar Rain Update: Rescue Operation: 5 Saved Including 6 Month Old Infant In Nana Kerala

2 કલાકની જહેમત બાદ હેમખેમ બચાવ, પ્રાથમિક શાળામાં ખસેડાયા

ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમે સતત 2 કલાકની ભારે જહેમત બાદ હોડકીની મદદથી 6 મહિનાના બાળક સહિત તમામ 5 લોકોને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું.

Surendranagar Rain Update: Rescue Operation: 5 Saved Including 6 Month Old Infant In Nana Kerala

રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ લોકોને ત્વરિત તબીબી સહાય અને આશ્રય આપવા માટે નાના કેરાળા ગામની સ્થાનિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્રની આ ઝડપી કામગીરીની સ્થાનિકો દ્વારા સરાહના કરવામાં આવી છે.


https://twitter.com/sandeshnews/status/2083518290681315746


આ પણ વાંચો - Surendranagar Rain Update: નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો, 100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર