સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના બે મુખ્ય જળાશયો, નાયકા ડેમ અને ધોળીધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ઓવરફ્લો થયા છે. ઉપવાસમાં થઈ રહેલી પાણીની પુષ્કળ આવકના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, અથવા પાણીની ચાદર ફરી વળી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભયજનક સ્થિતિ, 100 લોકોનું સ્થળાંતર

આ બંને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો પ્રવાહ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. સંભવિત પૂરના ભય હેઠળ જીવતા 100 જેટલા નાગરિકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Surendranagar Rain Update: Nayka and Dholidhaja Dams Spill Over, 100 Evacuated

તંત્ર એલર્ટ મોડ પર, સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ

બંને ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાથી વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વઢવાણ અને સુરેન્દ્રનગરના નદી કિનારે આવેલા વિસ્તારોના રહીશોને નદીપટમાં ન જવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને સ્થિતિ પર ચોવીસે કલાક વિઝિલન્સ રાખવામાં આવી રહ્યું છે.


https://twitter.com/sandeshnews/status/2083533867051581513



આ પણ વાંચો - Surendranagar Rain Update: લખતરમાં ફાટસર તળાવ 3 જગ્યાએથી તૂટ્યું, શહેરમાં ઘૂસ્યા પાણી