સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં 14 સપ્ટેમ્બરથી વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. તરણેતરના મેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવે તે પૂર્વે જ સમગ્ર મેળાગણ વિસ્તારમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો અને જોરદાર વરસાદ વરસ્યો હતો.

તરણેતરના મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં

તરણેતરના મેળાના ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે મેળાના મુખ્ય ગ્રાઉન્ડમાં ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા અહીં દુકાનો અને સ્ટોલ લગાવવા આવેલા સ્થાનિક તેમજ બહારગામના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Tarnetar Fair 2026 Ground Waterlogged Ahead of Grand Inauguration in Surendranagar

તંત્રની તૈયારીઓ પર ફરી વળ્યું પાણી

તરણેતરના મેળાને લઈને સુરેન્દ્રનગર તંત્ર દ્વારા કરવામાં આવેલી આખરી તૈયારીઓ વચ્ચે વરસાદી પાણી ભરાઈ જતાં સંચાલકો અને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. જોકે, તરણેતરનો મેળો શરૂ થાય તે પહેલાં ગ્રાઉન્ડમાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.

Tarnetar Fair 2026 Ground Waterlogged Ahead of Grand Inauguration in SurendranagarTarnetar Fair 2026 Ground Waterlogged Ahead of Grand Inauguration in Surendranagar


આ પણ વાંચો: TARNETAR FAIR 2026: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત