મોરબી જિલ્લામાં મેઘરાજાએ વિરાટ રૂપ ધારણ કરી સમગ્ર પંથકને જળમગ્ન કરી દીધો છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ચોવીસ કલાક દરમિયાન 8 ઇંચથી પણ વધુ આકાશી આફત રૂપી વરસાદ ખાબકતાં તમામ નદી-નાળાં બે કાંઠે ઉભરાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમમાં બમ્પર પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલીને નદીમાં કાળજાળ જળજથ્થો છોડવામાં આવ્યો છે.
મોરબીમાં નદી-નાળાં બે કાંઠે ઉભરાઈ રહ્યા
મચ્છુ ડેમમાંથી છોડાયેલા પૂરના ધસમસતા પાણી નીચાણવાળા માળિયા પંથક સુધી પહોંચી ગયા છે. પાણીનું સ્તર ભયજનક રીતે વધતાં અને પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી માળિયા નજીક મચ્છુ નદી પર આવેલો મુખ્ય પુલ સલામતીના ભાગરૂપે ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા પુલના બંને છેડે કડક બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
