મોરબી પંથકમાંથી એક અત્યંત દ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મોરબી-નવલખી હાઈવે પર આવેલા બરવાળા ગામ નજીક પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પર એક સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થવાથી આખો માર્ગ લોહિયાળ બન્યો હતો અને અકસ્માતના આ ભયાનક દ્રશ્યે આસપાસના લોકોમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

બાઈક સવાર બે યુવકોના મોત
આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર ખેવારિયા ગામના બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતકોની ઓળખ સંજય ડારા (ઉં.વ. 27) અને હાર્દિક રાઠોડ (ઉં.વ. 23) તરીકે થઈ છે. યુવાન વયના બે મિત્રોના અચાનક અને આકસ્મિક અવસાનથી તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત બાદ બંને મૃતકોના મૃતદેહને પેાસ્ટ મોર્ટમ તથા જરૂરી પ્રક્રિયા માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રિક્ષાચાલક ઇજાગ્રસ્ત અને પોલીસ તપાસ શરૂ
આ અકસ્માતમાં માત્ર બાઈક સવાર જ નહીં, પરંતુ સીએનજી રિક્ષાચાલક સાગરભાઈ દંતેસરિયા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક વ્યવૂર્વત કરી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના વિસ્તારોમાં બદલાશે નજારો, વીજળીના થાંભલા થશે ગાયબ? ₹1,628 કરોડની યોજના શરૂ