ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મળી ચોક્કસ બાતમીના આધારે ઝઘડિયા ચાર રસ્તા પાસે દરોડો પાડીને દમણથી રાજપીપળા તરફ જઈ રહેલા વિદેશી દારૂ ભરેલા ટેમ્પાને આંતર્યો હતો. પોલીસે ટેમ્પામાંથી રૂ. 22,55,000 ની કિંમતની 11,916 નંગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી.
વિદેશી દારૂ ભરેલા ટેમ્પાને આંતર્યો
પોલીસે ટેમ્પો અને દારૂ સહિત કુલ રૂ. 32,57,000 નો મુદ્દામાલ જપ્ત કરી દમણના એક બુટલેગરની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો નર્મદા જિલ્લાના દિનેશ વસાવા નામના બુટલેગરે મંગાવ્યો હતો. આ કેસમાં દિનેશ વસાવા સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દિનેશ વસાવા નામના બુટલેગરે મંગાવ્યો દારૂ
આટલી મોટી માત્રામાં દારૂ પકડાયા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા, પણ સાથે જ નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ધડાકો કર્યો હતો. સાંસદે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે દારૂ મંગાવનાર મુખ્ય આરોપી દિનેશ વસાવા મોટો બુટલેગર છે અને તે પોતાના ગેરકાયદેસર ધંધા બચાવવા માટે ભાજપમાં જોડાયો છે.
સાંસદ મનસુખ વસાવાનું તીખું નિવેદન
"દિનેશ વસાવા જેવા લોકો રેતી અને દારૂના અડ્ડા ચલાવવા અને પોતાના બે નંબરના ધંધા બચાવવા માટે જ ભાજપમાં આવ્યા છે.હું ભાજપ સંગઠનને પણ કહું છું કે આવા બુટલેગરો અને અસામાજિક તત્વો જો પક્ષમાં હોય તો તેમને તુરંત જ પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી છેલ્લી ક્વોલિટીનો દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Rajkot: સગીરાને અમદાવાદ ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપીઓને દબોચ્યા