રાજકોટ શહેરમાં સગીરાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની એક સગીર યુવતીને લલચાવી-ફોસલાવીને ભગાડી જવામાં આવી હતી. આરોપીઓ સગીરાને રાજકોટ બહાર અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા, જ્યાં તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

રાજકોટમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ

સગીરા ગુમ થયા બાદ તેના પરિવારજનોએ આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિવાર દ્વારા આપવામાં આવેલી અરજી અને પ્રાથમિક વિગતોના આધારે રાજકોટ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સગીરાને હેમખેમ શોધી કાઢી હતી અને ઘટનામાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓ અરમાન અને અફઝલ ની અટકાયત કરી હતી.

સગીરાને હેમખેમ શોધી કાઢી 

રોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તેમજ બાળ સુરક્ષા કાયદા પોક્સો (POCSO Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની સાથે તેનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: પોલીસ ચોકી સામે 10 ગુંડાઓએ યુવકને દોડાવી-દોડાવીને મારી નાખ્યો, અજય સાલ્વી પર તલવાર-છરી વડે 15થી વધુ ઘા ઝીંકાયા