નવસારી જિલ્લામાં કાવેરી નદીમાં આવેલા ભારે પૂરના કારણે ઊંડાચ ગામ નજીક મોટો અકસ્માત સર્જાયો છે. નદીના ધસમસતા પ્રવાહમાં કાંઠાનું ભારે ધોવાણ થતાં ત્યાંથી પસાર થતી હાઇટેન્શન લાઇનનો મહાકાય ટાવર એકતરફ નમી જઈને ધરાશાયી થયો હતો. નદીના પાણીના જોરદાર વહેણને કારણે ટાવરનો પાયો નબળો પડી જતાં આ કુદરતી આફત સર્જાઈ હતી.
અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
મહાકાય વીજ ટાવર ધરાશાયી થવાના કારણે તેની સીધી અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર પડી છે. આ અકસ્માતને પગલે ઊંડાચ અને તેની આસપાસના અનેક ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
