પંચમહાલ જિલ્લાના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મનમૂકીને વરસાદી માહોલ જામ્યો છે. શહેરા શહેર સહિત આસપાસના સીમાડાઓમાં વિરામ બાદ વરસાદનું આગમન થતાં જ સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. મેઘરાજાની પધરામણીથી ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લહેર દોડી ગઈ છે.
અસહ્ય ઉકળાટ બાદ ગરમીમાંથી મુક્તિ
છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકો ભારે અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. એવામાં વરસાદનું વાતાવરણ સર્જાતાં અને વા Rain પડતાં જ લોકોએ આકરા તાપ અને ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે. વરસાદી છાંટા અને પવનના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
