પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામેથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણની અદાવતમાં એક યુવકનું અપહરણ કરી તેને નિર્દયતાપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ગણતરીના કલાકોમાં 6 આરોપીઓ ઝડપાયા

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પંચમહાલ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. LCB, SOG અને શહેરા પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ કુલ 7 પૈકી 6 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની આ યુનિટ દ્વારા બતાવવામાં આવેલી તત્પરતાને કારણે મોટાભાગના આરોપીઓ સલાખ પાછળ પહોંચી ગયા છે.

આરોપીની દીકરી સાથે વાતચીત કરવાને લઈને રમાઈ ખૂની રમત

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતક મહેશ રાઠોડ આરોપીની દીકરી સાથે વાતચીત કરતો હતો. આ જ અદાવત રાખીને ગુનેગારોએ અગાઉ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને એટલો બધો માર માર્યો કે તેનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડતા મહેશે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

Panchmahal News: 6 Accused Arrested After Youth Abducted, Killed Over Affair Murder Case

મુખ્ય આરોપી અલ્પેશ પટેલ હજુ ફરાર, શોધખોળ તેજ

આ સમગ્ર પ્રકરણમાં કુલ 7 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 6 ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ મુખ્ય આરોપી અલ્પેશ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર ફરાર છે. પોલીસ દ્વારા ફરાર મુખ્ય આરોપી અલ્પેશ પટેલને વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Explainer: 2027ની ચૂંટણીમાં કિંગ મેકર બનશે આદિવાસી સમાજ?