પાટણ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને ગેરકાયદે ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા સકંજા કસવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની ટીમે સંયુક્ત રીતે શહેરના ડેરી તથા દૂધની બનાવટના વિવિધ એકમો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

વગર લાયસન્સે ચાલતા અનધિકૃત એકમમાંથી 10 હજાર લીટર અસ્વચ્છ છાશ જપ્ત

પાટણ-સિદ્ધપુર હાઈવે પર આવેલી સુભાષનગર સોસાયટીમાં વંશી કુમાર પટેલ દ્વારા કોઈપણ જાતના અધિકૃત FSSAI લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે એકમ ચલાવવામાં આવી રહ્યું હતું. તપાસમાં ખૂલ્યું કે માનવ વપરાશ માટે સંપૂર્ણપણે અયોગ્ય એવી વેસ્ટ છાશમાંથી પ્રોસેસિંગ કરીને નવી છાશ, માખણ અને ક્રીમનું ઉત્પાદન કરવામાં આવતું હતું, અને દૂધ ખરીદીનો કોઈ જ રેકોર્ડ નહોતો. ફૂડ વિભાગે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 3 લાખની કિંમતની 10,000 લીટર અસ્વચ્છ છાશ જપ્ત કરી STP ખાતે તેનો નાશ કર્યો હતો તેમજ સેમ્પલ લેબમાં મોકલ્યા હતા.

Patan News: FDCA and Municipality Seize 10,000 Liters of Unhygienic Butter Milk

કૃપા બટર મિલ્ક એકમમાં ગંભીર બેદરકારી બદલ લાયસન્સ સસ્પેન્ડ

સિદ્ધપુર હાઇવે રોડ પર આવેલા સી.કે. એસ્ટેટમાં ધમધમતા 'કૃપા બટર મિલ્ક' નામના એકમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં લાયસન્સ હોવા છતાં ભારે ગેરરીતિઓ જોવા મળી હતી; ઉત્પાદન વિસ્તારમાં માખીઓનો ભારે ઉપદ્રવ હતો, પક્ષીના માળા અને જાળાં જામેલાં હતાં, તેમજ ખાદ્ય પદાર્થો અને વેસ્ટ છાશનું માર્કિંગ વિના મિશ્રણ કરાતું હતું. તંત્રએ તાત્કાલિક અસરથી આ એકમનું FSSAI લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે, રૂ. 24,750 ની કિંમતનું 45 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે, 200 લીટર છાશનો નાશ કર્યો છે, અને તમામ પ્રોસેસિંગ તેમજ વેચાણ બંધ કરવા આદેશ આપ્યો છે.

Patan News: FDCA and Municipality Seize 10,000 Liters of Unhygienic Butter Milk


આ પણ વાંચો:  Patan :જિલ્લામાં કેબલ ચોરીમાં તરખાટ મચાવનાર 10ની ટોળકી ઝડપાઈ