પાટણના હારીજ હાઇવે પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાન રખડતા આખલા પર સવાર થઈને જોખમી સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં કેટલાક લોકો પોતાના જીવને ગંભીર જોખમમાં મુકતા પણ રોકાતા નથી.ત્યારે આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન ક્યારેક આખલાની પીઠ પર ઊભો રહી જાય છે તો ક્યારેક તેની સાથે જોખમી કરતબ કરી રહ્યો છે જેને જોઈને રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
https://www.instagram.com/reel/DaHpa8Hjkm3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
આ યુવાન નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ
આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે રખડતા આખલાઓ અવારનવાર રાહદારીઓ પર હુમલા કરતા હોય છે અને તે સ્વભાવે ખૂબ જ આક્રમક હોય છે.આવી સ્થિતિમાં જો અબોલ પ્રાણી સહેજ પણ ભડકશે અથવા ગુસ્સે થશે તો યુવાનનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ આખલા સાથેની કોઈ ખાસ દોસ્તી છે કે પછી એક મૂર્ખામીભર્યો ખેલ? લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ યુવાન નશાની હાલતમાં આખલા પર બેસી ગયો હતો.
