રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ પોરબંદરમાં પણ ખાદ્ય સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને નકલી પનીરનો વેચાણ-વપરાશ રોકવા માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત રીતે શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ડેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
જાણીતી રેસ્ટોરન્ટ્સમાંથી 85 કિલો વાસી જથ્થો પકડાયો
આ રેડ દરમિયાન શહેરની કેટલીક નામાંકિત રેસ્ટોરન્ટ્સમાંથી વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તંત્ર દ્વારા તેને જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તપાસ દરમિયાન નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:
- હેલ્ધી ફુડ રેસ્ટોરન્ટ અખાદ્ય જથ્થો સીઝ કરાયો: 75 કિલો
- ગીરીરાજ રેસ્ટોરન્ટમાં પનીરનો જથ્થો સીઝ કરાયો: 10 કિલો
- ટોટલ અખાદ્ય જથ્થો સીઝ કરાયો: 85 કિલો
રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ડેરીઓમાં તપાસ દરમિયાન નમૂના વાંધાજનક ન મળ્યા
એનાલોગ પનીરના વેચાણ અંગે શહેરની મુખ્ય ડેરીઓમાં પણ તપાસ ટીમ ત્રાટકી હતી. ચેકિંગ દરમિયાન નીચે મુજબની ડેરીઓની તપાસ કરવામાં આવી હતી:
આ બંને ડેરીઓ ખાતે પનીરના જથ્થાની પ્રાથમિક ચકાસણી કરવામાં આવતા કોઈ પણ પ્રકારનો વાંધાજનક કે કેમિકલયુક્ત માલ માલૂમ પડ્યો ન હતો, જેથી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો.

નિયમોનો ભંગ કરનારા સામે કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી
આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. જે એકમોમાંથી વાસી કે અખાદ્ય જથ્થો મળ્યો છે તેમને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી સામે આ પ્રકારનું ચેકિંગ ઝુંબેશ ચાલુ જ રહેશે.

આ પણ વાંચો - Porbandar: સૌરાષ્ટ્રના બીજા નંબરના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓ તેજ, મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ