સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તેમજ મનોરંજનના કેન્દ્ર એવા પોરબંદરના બીજા ક્રમના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા સઘન બનાવી દેવામાં આવી છે. મેળામાં દર વર્ષે પોરબંદર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો-લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડતું હોવાથી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી એ પ્રાથમિકતા બની રહે છે. આ સંદર્ભે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં મેયર સાગર મોદી અને મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષસ્થાને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.
પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં
https://twitter.com/sandeshnews/status/2084639392933790106
પોરબંદરના લોકમેળાની તૈયારી
બેઠકમાં મેળા દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના કે આપત્કાલીન સ્થિતિ સર્જાય તો નાસભાગ કે દોડધામ ન થાય તે માટે ઇમરજન્સી એક્ઝિટના માર્ગો પૂરતી પહોળાઈ સાથે ખુલ્લા રાખવા માટે આયોજકો અને તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત રાઈડ્સની ટેકનિકલ ફિટનેસ અને સલામતીનું કડક ચેકિંગ કરવામાં આવશે. લોકમેળામાં સ્ટોલ ધારકો અને વેપારીઓ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. મેળામાં સ્ટોલ મેળવવા ઈચ્છતા વેપારીઓએ નક્કી કરાયેલી અપસેટ પ્રાઈઝ કરતાં 10 ટકા વધુ રકમ ચૂકવવાની રહેશે. આ સાથે જ મેળામાં આવતી જનતાનું વેપારીઓ દ્વારા આર્થિક શોષણ ન થાય તે માટે તંત્ર અત્યંત સખત વલણ અપનાવશે.
વેપારીઓ માટે નિયમ બનાવવામાં આવ્યા
મેળામાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ માટે સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે કે તેઓ માત્ર એવી જ પેકેટબંધ ખાણીપીણીની વસ્તુઓ વેચી શકશે જેના પર MRP સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય. જો કોઈ પણ વેપારી એમ.આર.પી. કરતાં વધુ કિંમત વસૂલતો ઝડપાશે તો તેની સામે સ્થળ પર જ કાનૂની પગલાં લેવાશે. વધુમાં, ફૂડ સેફ્ટી કમિશનરની ટીમ સતત ચેકિંગ હાથ ધરીને ભેળસેળયુક્ત કે ગુણવત્તા વગરની સામગ્રી વેચનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Vapi: ઓરિસ્સાથી સેલવાસ તરફ લઈ જવાતો 21 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, SOG એ રાજસ્થાની યુવકને દબોચ્યો