દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોને નશા મુક્ત બનાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી SOG ની ટીમ સતત પેટ્રોલિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે. દરમિયાન SOG ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ઓરિસ્સા રાજ્યમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વાપી થઈને કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
SOG ની ટીમે 42 કિલો ગાંજો જપ્ત કર્યો
બાતમીના આધારે SOG ની ટીમે વાપી વિસ્તારમાં ચોક્કસ સ્થળે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક યુવકને રોકીને તેની પાસે રહેલા સામાનની તલાશી લેતાં તેમાંથી 42 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.SOG ની ટીમે સ્થળ પરથી જ મૂળ રાજસ્થાનના વતની એવા આરોપીની અટકાયત કરી હતી. કબ્જે કરાયેલા ૪૨ કિલોગ્રામ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂ. 21.22 લાખ જેટલી થાય છે. પોલીસે ગાંજો અને હેરાફેરી માટે વપરાયેલી અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 21.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની પ્રોસેસ હાથ ધરી છે.
