ગુજરાતના પોરબંદર (Porbandar) શહેરમાં કરોડો રૂપિયા (Crores of Rupees) ની કિંમતના શંકાસ્પદ એમ્બરગ્રીસ (Ambergris) સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોરબંદર LCB (Local Crime Branch) એ નવયુગ સ્કૂલથી એસટી તરફ જતા માર્ગ (Navyug School to ST Road) પર આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અંદાજે 3 કિલો (3 Kg) શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખરીદનાર અને વેચનાર હોવાનું ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બંને શખ્સોમાંથી 1 શખ્સ ખરીદનાર (Buyer) અને બીજો શખ્સ વેચનાર (Seller) હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદ એમ્બરગ્રીસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયામાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
