પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં પારિવારિક સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. રાણાવાવ તાલુકાની 15 વર્ષીય સગીરાને તેના જ બનેવીએ લગ્નની લાલચ આપી ભગાડી જઈ કચ્છના અંજાર ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે રાણાવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અંજાર લઈ ગયો
મળતી વિગતો અનુસાર, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં રહેતી 15 વર્ષીય સગીરાને આરોપી બનેવીએ લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવી હતી. ત્યારબાદ આરોપી બનેવી સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને કચ્છના અંજાર ખાતે લઈ ગયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
