ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી બાદ વરસાદના કોઈ એંધાણ નહીં હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાનેલી મોટી જૂથ સહકારી મંડળીના સભ્યો દ્વારા રાજ્ય સરકાર પાસે રાહત સહાયની માગ કરી છે. કપાસ, સોયાબીન, એરંડા અને મગફળી સહિનું વાવેતર કરેલું હોવાથી પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની ભિતી છે. જેને લઈને કૃષિ મંત્રીને સહાય માટે મંડળીના પ્રમુખ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. 

ખેડૂતોના માથે મોટી આફત આવે તેવી સ્થિતિ 

ઉપલેટાના મોટી પાનોલી ગામની મંડળી દ્વારા ગુજરાતના ક઼ૃષિ મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં વરસાદ ખેંચાયો છે. જેને કારણે કપાસ, સોયાબીન, એરંડા અને મગફળી સહિનું વાવેતર કરેલું હોવાથી પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની ભિતી છે. જેથી ઉપલેટાને અસરગ્રસ્ત જાહેર કરી નિયમ મુજબ ખેડૂતોને રાહત આપીને સહાય ચૂકવવામાં આવે. વરસાદ ખેંચાઈ જવાને કારણે મોંઘા બિયારણ અને ખાતર સહિત મજૂરીનો ખર્ચ પણ માથે પડે એમ છે. જો આ નુકસાન ભરપાઈ નહીં થાય તો ખેડૂતોના માથે મોટી આફત આવે તેવી સ્થિતિ છે.  

પાણી વિના પાકને બચાવવો સખત મુશ્કેલ બની રહ્યો છે

ગુજરાતમાં સતત વરસાદ ખેંચાવાને કારણે રાજ્યભરના ખેડૂતો ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને મગફળી,કપાસ અને સોયાબીન જેવા પાયાના પાકોનું વાવેતર કરી દીધું હતું,પરંતુ હવે લાંબા સમયથી વરસાદે ખેંચાણ આપતાં ઊભો પાક સુકાવા લાગ્યો છે.પૂરતું સિંચાઈનું પાણી કે વીજળી ન મળવાને કારણે પાકને બચાવવો સખત મુશ્કેલ બની રહ્યો છે જેનાથી ઉત્પાદન ઘટી જવાની અને આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સમયસર વરસાદ નહીં થાય તો વાવેતર નિષ્ફળ જવાની અને જગતના તાત પર દેવાનો બોજ વધી જવાની મોટી ચિંતા ઊભી થઈ છે.

આ પણ વાંચોઃ Rajkot News: પોલીસે દરોડા પાડી ગેરકાયદેસર ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડી