રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ફરી એકવાર પૂરપાટ ઝડપે દોડતા વાહનોએ માસૂમનો જીવ લીધો છે. હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર યુવાને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીનું મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ જીવલેણ અકસ્માતનો ભોગ બનેલો યુવક મેડિકલનો વિદ્યાર્થી હતો. તે હોમિયોપેથીકનો અભ્યાસ કરતો હતો અને પોતાની કોલેજ પત્યા બાદ બાઈક પર પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક બેકાબૂ ટ્રકે તેની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક વિદ્યાર્થી નિખિલના પરિવારમાં આક્રંદ

અકસ્માતમાં જીવ ગુમાવનાર આશાસ્પદ વિદ્યાર્થીની ઓળખ નિખિલ તરીકે થઈ છે. ડોક્ટર બનીને દેશની સેવા કરવાનું સપનું જોતા 20-22 વર્ષના નિખિલના અકાળે અવસાનથી તેના મિત્રો અને કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવેલા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક નિખિલના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે હાઈવેના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot : જંગલેશ્વર ડિમોલિશન મામલે શંકાસ્પદ 27 લાખના ખર્ચની દરખાસ્ત ફગાવાઈ


  • Follow us on: