લખતર ગ્રામ પંચાયત મીટીંગ હોલ ખાતે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ મહિલા સરપંચ હીરાબેન વડોદરિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી, જેમાં ગામના વિકાસ અને પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

એજન્ડા અને પંચાયતના વિકાસ કાર્યોની ચર્ચા

બેઠકની શરૂઆતમાં લખતરના તલાટી હરેશભાઇ ચૌધરી દ્વારા એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગત મિટિંગની કાર્યવાહીની સમીક્ષા, ખર્ચ બિલને મંજૂરી આપવી, આવેલા અરજીઓનું વાચન અને પંચાયતમાં મંજૂર થયેલા વિકાસના કામો બાબતે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત બાળવિવાહ મુક્ત ભારત અભિયાનના ઠરાવો, બાલિકા પંચાયત, મહિલા બાળ સુરક્ષા, નવીન રોજગાર અધિનિયમની અમલવારી અને માર્ગ સલામતી જેવા મહત્વના મુદ્દાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Surendranagar News: Gram Sabha Organised in Lakhtar on Gandhi Jayanti

પાણી, ગટર અને સાફ-સફાઈ પર ઉગ્ર ચર્ચા

લખતરમાં યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગ્રામજનો અને સભ્યો દ્વારા ગામમાં પીવાના પાણીનું વિતરણ, ગટર લાઈન રિપેરિંગ, રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ તેમજ સાફ-સફાઈની બાબતોને લઈને ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામ સભ્યોએ ગામના દરેક વિસ્તારમાં પાયભૂત સુવિધાઓ ઝડપથી અને સમાન રીતે મળી રહે તે માટે વિશેષ રજૂઆતો કરી હતી.

Surendranagar News: Gram Sabha Organised in Lakhtar on Gandhi Jayanti

પંચાયત હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિ

આ બેઠકમાં લખતર ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયા સહિત પંચાયતના કુલ 14 સભ્યોમાંથી સભ્યો અને પંચાયતનાર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામની હાજરીમાં એજન્ડા પર મંથન કરી ગામના હિતમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.


આ પણ વાંચો: Surendranagar News: ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 13 જગ્યાએ ચેકિંગ, 60 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી 11ને નોટિસ