સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક પિકઅપ કાર પલટી ખાઈ જતાં એક જ પરિવારના 27 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યો વાગડિયા ગામથી માતાજીનાં દર્શન કરવા પનાર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

5 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

અકસમાતમાં ઇજાગ્રસ્ત થયેલા 27 લોકોમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને તાત્કાલિક બોલાવાયો

અકસ્મતની જાણ થતાં ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી રજા પર ગયેલા સ્ટાફને પણ તાત્કાલિક ફરજ પર હાજર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


આ પણ વાંચો :   Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ