સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વઢવાણ-લીંબડી હાઈવે પર ડ્રેનેજ ઉપર ભરેલો સ્લેબ અચાનક તૂટી પડતા મોટો રસ્તો બેસી ગયો હતો. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે હાઈવે પર અંદાજે 15 ફૂટ જેટલો ભાગ ધસી પડ્યો હતો અને મોટો ભુવો સર્જાયો હતો, જેના કારણે વાહનવ્યવહાર પણ જોખમમાં મુકાયો હતો.
50 મુસાફરો ભરેલી સિટી બસ ફસાઈ
આ ગંભીર ઘટના બની તે જ સમયે ત્યાંથી મુસાફરોથી ભરેલી એક સિટી બસ પસાર થઈ રહી હતી. રોડ બેસી જવાના કારણે આ બસ અચાનક જોખમમાં મુકાઈ હતી અને અંદાજે 50 જેટલા મુસાફરોના પ્રાણ તાળવે ચોંટી ગયા હતા. સદભાગ્યે, સમયસૂચકતા વાપરીને તમામ મુસાફરોને હેમખેમ બસની બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જોકે આ અફડાતફરીમાં કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.\

