ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે આજે એક કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના આકાર પામી છે. મથાવડા ગામના 4 યુવાનો ગામમાં આવેલા તળાવમાં નાહવા માટે ગયા હતા. નાહતી વખતે પાણીના ઊંડાણનો ખ્યાલ ન રહેતાં ચારેય યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી.
તળાજાના મથાવડા ગામે હૃદયદ્રાવક હોનારત
ઘટનાની જાણ થતાં જ આસપાસથી દોડી આવેલા સ્થાનિક લોકોએ ત્વરિત મદદ કરી સાહસપૂર્વક 2 યુવાનોને પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો. પરંતુ, અન્ય 2 યુવાનો પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં કલાકો સુધી મુશ્કેલ શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
