થરાદ પંથકમાં મેઘરાજાએ છેલ્લા 72 કલાકથી વિરામ લીધા વિના તોફાની બેટિંગ ચાલુ રાખી છે. છેલ્લા 3 દિવસ દરમિયાન થરાદ શહેરમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી જતાં સમગ્ર નગર જળબંબાકાર થઈ ગયું છે. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલના અભાવે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરના મોટાભાગના નીચાણવાળા રસ્તાઓ અને સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે.
થરાદ શહેરમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ
પરિસ્થિતિ સૌથી વધુ વિકટ મહાલક્ષ્મી સોસાયટી અને BSNL એક્સચેન્જ વિસ્તારમાં બની છે. અહીં પાણીનું સ્તર કમર સુધી પહોંચી જતાં લોકોના ઘરોમાં વરસાદી અને ગંદુ પાણી ઘૂસી ગયું હતું.ઘરોમાં અનાજ, પીવાનું પાણી અને ઇલેક્ટ્રિક સાધનો પલળી જતાં મહાલક્ષ્મી સોસાયટીના અનેક પરિવારો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને સાથે લઈને ઘર છોડીને સગા-સંબંધીઓ કે ઊંચાણવાળા સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
