SMCએ બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં ખોડિયાર નગર વિસ્તારમાંથી ગત ઓગસ્ટમાં રૂા.84 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, દિવાળીના પર્વ ટાણે બાપોદ PI ડી.બી. લાકુમર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરાતા તર્કવિતર્ક ચર્ચામાં છે.દિવાળીના તહેવારમાં બાપોદ પીઆઈ ડી.બી.લાકુમર અને પીએસઆઈ આર.એન.પ્રસાદને સીપી દ્વારા બાપોદ PI ડી.બી. લાકુમર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
હંગામી હવાલો કુંભારવાડા પીઆઈને સોંપાયો
આ પોલીસ સ્ટેશનનો હંગામી હવાલો કુંભારવાડા પીઆઈને સોંપાયો છે.આ કાર્યવાહી પાછળ SMCએ અગાઉ બાપોદની હદમાં કરેલા નામચીન બૂટલેગરના દારૂનો ક્વોલિટી કેસ હોવાની ચર્ચા છે.SMCએ ખોડિયાર નગર સકેટ વુડાના મકાન પાછળ આવેલા નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં ધમધમતા કટિંગ ટાણે SMCની ટીમે ગત તા.૨૨-૨૩ ઓગસ્ટના રોજ વહેલી સવારે દરોડો પાડ્યો હતો.પોલીસને જોઈને બૂટલેગર નિલુ તેમજ વાહનોના ડ્રાઈવરો અને સાગરીતો દીવાલ કુદીને પાછળના ઝાડી-ઝાંખરામાં ફરાર થઈ ગયા હતા.
