અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દીર્ઘદૃષ્ટિ વગર કરવામાં આવેલા આયોજનના કારણે વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેરમાં બે દાયકામાં રૂપિયા 22 કરોડથી વધુના આંધણ પછી પણ સાયકલ ટ્રેક અદૃશ્ય થઈ ગયેલા જોવા મળે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના માય બાઈક થીમ હેઠળના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં અર્બજન મંડળ ક્રોસરોડ અને મ્યુનિ.ની દાણાપીઠ કચેરી જેવા એકાદ-બે સ્થળે ગણીગાંઠી સંખ્યામાં ક્યાંક સાયકલો દેખાય છે.
લાંબા સાયકલ કોરિડોરને હટાવી દેવામાં આવ્યો
સેવ પેટ્રોલની સુફિયાણી સલાહ આપતા ભાજપ અને કોંગ્રેસના કોઈ કોર્પોરેટર સાયકલનો ઉપયોગ કરતા જોવા મળ્યા નથી.વર્ષ 2014થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા,બ્રિજ અને મેટ્રોના બાંધકામ તથા દબાણોના નામે બી.આર.ટી.એસ.ટ્રેક સાથેના લાંબા સાયકલ કોરિડોરને હટાવી દેવામાં આવ્યો છે.સેવ પેટ્રોલની સુફિયાણી સલાહ આપતા ભાજપ અને કોંગ્રેસના કોઈ કોર્પોરેટર સાયકલ લઈને કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી પહોંચતા હોવાનું જોવા મળ્યું નથી.
