વલસાડ જિલ્લાના અતુલ પાર નદી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક ચાલતી સ્કૉર્પિઓ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને ગાડીમાંથી આગના ગોળા નીકળવા લાગ્યા હતા, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ
આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસૂચકતા વાપરવાને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલકે સમયસર બહાર નીકળી જવાથી મોટો જાનમાલનો નુકસાન અટકી ગયો હતો. જોકે, કારમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
