વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામમાં આવેલી ધરણીધર ગૌશાળામાં દુઃખદ ઘટના સામે આવી છે. ગૌશાળામાં 80થી વધુ ગાયોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે. આ ઘટનામાં 44 ગાયોનાં એકસાથે મોત થયાં છે, જ્યારે પશુ તબીબોની ટીમે 35થી વધુ ગાયોને બચાવી લીધી છે.

મકાઈનો લીલો ચારો ખાધા બાદ ગાયોનાં મોતની આશંકા

પ્રાથમિક અનુમાન મુજબ, ગાયોએ મકાઈનો લીલો ઘાસચારો ખાધા બાદ તેમની તબિયત બગડી હતી. ફૂડ પોઇઝનિંગના કારણે ગાયોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

35થી વધુ ગાયોને બચાવી લેવાઈ

ઘટનાની જાણ થતાં પશુ તબીબોની ટીમ ગૌશાળા ખાતે પહોંચી હતી. ટીમે સારવાર અને બચાવ કામગીરી હાથ ધરી 35થી વધુ ગાયોને બચાવી લીધી હતી.

ગૌપ્રેમીઓમાં શોક, મૃત ગાયોની દફનવિધિ

એકસાથે 44 ગાયોનાં મોત થતાં ગૌપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. તમામ મૃત ગાયોની ગૌપ્રેમીઓ દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી.

ગૌશાળાના ટ્રસ્ટીઓમાં ચિંતાનો માહોલ

ગૌશાળામાં જ આટલી મોટી સંખ્યામાં ગાયોનાં મોત થતાં ટ્રસ્ટીઓમાં ચિંતાનો માહોલ છે. ગાયોનાં મોત પાછળ ફૂડ પોઇઝનિંગ હોવાની આશંકા છે.  


આ પણ વાંચો :      Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ