મહેસાણા જિલ્લામાં વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઇકો કાર ઝાડ સાથે અથડાતા તેમાં સવાર 8 થી 9 લોકોને ઇજાઓ પહોંચી છે. જ્યારે અકસ્માતમાં એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. હાલ, ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતની ઘટનામાં 1 બાળકનું મોત, 8થી 9 લોકો ઘાયલ

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં વિસનગર-ઊંઝા રોડ પર આવેલા અરણીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ઇકો કારચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. આથી, ઇકો કારમાં સવાર 8 થી 9 મુસાફરો ઘવાયા છે. જ્યારે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે.

અક્સમાતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલસ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. અને ઇજાગ્રસ્ત લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  • Follow us on: