- મોહમ્મદ નબી અફઘાનિસ્તાનની ટીમનું સુકાન સંભાળશે
- એશિયા કપમાં ટીમનો ભાગ રહેલા પાંચ ખેલાડીઓની બાદબાકી
- દરવેશ રસુલી, કૈસ અહેમદ અને સલીમ સફીનો ટીમમાં સમાવેશ
T20 વર્લ્ડકપ 2022 માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ નબી ટીમનું સુકાન સંભાળશે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં અફઘાનિસ્તાન ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
પાંચ ખેલાડીઓની બાદબાકી
ICC T20 વર્લ્ડકપનું શેડ્યૂલ 16 ઓક્ટોબરથી થવાનું છે. એશિયા કપમાં ટીમનો ભાગ બનેલા સમીઉલ્લાહ શિનવારી, હશમતુલ્લાહ શાહિદી, અફસાર ઝાઝાઈ, કરીમ જનાત અને નૂર અહેમદને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન દરવેશ રસુલી, ઓલરાઉન્ડર કૈસ અહેમદ અને જમણા હાથના ઝડપી સલીમ સફીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનનો શેડ્યૂલ:
22 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ ઈંગ્લેન્ડ, પર્થ
26 ઓક્ટોબર - અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, મેલબોર્ન
28 ઓક્ટોબર - અફઘાનિસ્તાન Vs TBA, મેલબોર્ન
01 નવેમ્બર – અફઘાનિસ્તાન Vs TBA, બ્રિસ્બેન
04 નવેમ્બર – અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ

અફઘાનિસ્તાનની ટીમઃ
મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન (વાઈસ-કેપ્ટન), રહેમાતુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, દરવેશ રસુલી, ફરીદ અહેમદ મલિક, ફઝલ હક ફારૂકી, હઝરતુલ્લા ઝાઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, મુજીબ ઉર રહેમાન, નવીન અહેમદ-ઉલ -હક અહેમદ, રાશિદ ખાન, સલીમ સફી, ઉસ્માન ગની
રિઝર્વ ખેલાડીઓ:
અફસર ઝાઝાઈ, શરાફુદ્દીન અશરફ, રહેમત શાહ, ગુલબદ્દીન ગુલબદ્દીન નાયબ