• પાવાગઢના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા
  • વરસાદી માહોલમાં વાદળોથી ઘેરાયો ડુંગર
  • ભીના રસ્તા અને લીલીછમ હરિયાળી

વરસાદ વચ્ચે પાવાગઢ ડુંગરનો અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં પાવાગઢના ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. તેમાં પાવાગઢના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. પંચમહાલમાં વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગરનો સુંદર નજારો જોવા મળ્યો છે. હાલ ચોમાસાની શરૂઆતના વરસાદી માહોલમાં વાદળોથી ઘેરાયેલ પાવાગઢ ડુંગર પર સ્વર્ગ જેવો માહોલ છે.

 લીલીછમ હરિયાળી વચ્ચે નયન રમ્ય પાવાગઢ

ભીના રસ્તા અને લીલીછમ હરિયાળી વચ્ચે નયન રમ્ય પાવાગઢ દેખાઈ રહ્યો છે. હાલ વરસાદ ધીમે ધીમે પડી રહ્યો છે ત્યારે આવા માહોલમા યાત્રાળુઓ અધ્યાત્મ સાથે પ્રાકૃતિક સૌદર્ય માણી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે પાવગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પંથકમાં ભારે વરસાદના કારણે રમણીય નજારો જોવા મળ્યો

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં રણીયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઉઠતાં દર્શનાર્થીઓ પણ ખુશ થઇ ગયા હતા. પાવાગઢમાં થયેલા વરસાદના પગલે પગથીયાં પર પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્શ્યો સર્જાયા છે. ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લાના જંગલોમાં નાના મોટા ધોધ વહેવા લાગ્યા છે. પંચમહાલ જિલ્લામાં સર્વત્ર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેથી ધરતીપુત્રો ખુશ થઇ ગયા છે પણ જંગલ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. જાંબુઘોડા અને પાવાગઢ તથા હાલોલ કાલોલ પંથકમાં ભારે વરસાદના કારણે રમણીય નજારો જોવા મળ્યો છે.


  • Follow us on: