હળવદ શહેરમાં આવેલી હોટેલમાં જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી વલ્લભ પટેલ, ભરત વઢરીકીયાને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.
હળવદ શહેરમાં આવેલી હોટેલમાં ધોડીપાસાનો જુગારધામ ઝડપાયું છે. હળવદ પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જુગારધામમાં દરોડા દરમિયાન ભાજપ તાલુકા સંગઠન મંત્રી સહિત 18ની ધરપકડ કરવામાં આવી હતી. જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી વલ્લભ પટેલ, ભરત વઢરીકીયાને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.













