- મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો
- જળસ્તર વધારો થતા દરવાજો ખોલવામાં આવ્યો
- તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા
ગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 899 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તર વધારો થતા દરવાજો ખોલવા આવતાની સાથે તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા છે.
મળતી માહિતી મુજબ, મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી હાલ 899 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 899 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.













