• શહેરમાં 1665 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા
  • મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 238 જેટલી ટીમ બનાવી
  • 58 સુપરવાઇઝર દ્વારા 117139 ઘરોની કરવામાં આવી મુલાકાત

ભાવનગર શહેરમાં વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં 1665 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા છે.મચ્છરોના પોરા મળી આવતા 2047 પાત્રોનો નાશ કરવામાં આવ્યો છે.770 જેટલા સ્થળોએ ઓઇલ ટ્રીટ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ,શાળા,આંગણવાડી મળી કુલ 245 સ્થળોની મુલાકાત કરી 44 સ્થળો ઉપરથી મળી આવેલા પોરાનો નાશ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે હાથધરી તપાસ

ભાવનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધતા શહેરમાં અલગ-અલગ જગ્યાએ આરોગ્યવિભાગ દ્રારા તપાસ હાથધરવામાં આવી છે,ત્યારે આરોગ્ય વિભાગે શહેરમાં અલગ-અલગ ઘરોમાં જઈ તપાસ કરી જે પાત્રોમાં મચ્છરના પોરા મળ્યા છે તે પાત્રોનો તોડીને નાશ કરવામાં આવ્યો છે,મહત્વનું છે કે વરસાદ બાદ રોગચાળો વધ્યો છે અને રોગચાળો વકરે નહી તેને લઈ આ કામ કરવામાં આવી રહ્યું છે,શહેરમાં દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી છે.

હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી

શહેરમાં વરસાદ બાદ રોગચાળાએ માથુ ઉંચકયું છે,ઝાડા-ઉલટી અને તાવના કેસમા વધારો થયો છે,આરોગ્ય વિભાગ દ્રારા પણ મચ્છરજન્ય રોગચાળો વધે નહી તેને લઈ કામગીરી કરવામાં આવી રહી છે.તંત્ર દ્રારા 238 જેટલી ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે,જેમાં 58 સુપરવાઈઝરો છે,ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.

રોગચાળાથી બચવા શું કરશો ?

ઘણા દિવસો સુધી સૂર્ય ન નિકળે અને માત્ર વાદળછાયું વાતાવરણ રહે તે ગંભીર સ્થિતિ હોઈ શકે છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આર. કે. સિંહાએ જણાવ્યું કે, આવી કન્ડિશન હોય ત્યારે બેક્ટેરિયા અને વાયરસના ફેલાવાને અનુકૂળ વાતાવરણ મળે છે. ટેમ્પરેચર 28 થી 32 આજુબાજુ રહે છે. તેમાં ખાસ કરીને શરદી અને ખાંસી તથા તાવના વાયરસ વધે છે. આ સમયે વાસી અને હાઇજેનિક ન હોય તેવો ખોરાક ખાવાથી ઝાડા ઉલ્ટીના પણ કેસ થાય છે, જેનાથી ધ્યાન રાખવું. ખોરાકને માખીઓથી બચાવીને રાખવો. આવા વાતાવરણમાં ડેન્ગ્યુના કેસ પણ વધારે જોવા મળે છે.

  • Follow us on: