ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ Statue Of Unity આજે લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે. નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે, ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે. ખાસ કરીને રજાઓ અને સપ્તાહના અંતિમ દિવસોમાં Statue Of Unity ખાતે મુલાકાતીઓની ભારે ભીડ રહેતી હોય છે. પ્રવાસીઓના ભારે ધસારાના કારણે આ વિસ્તારના સ્થાનિકોની રોજગારી મળી અને ધંધાર્થીઓના નફામાં વધારો થયો છે.


સ્થાનિકોનો નવતર પ્રયોગ

ગરમીની સિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને આર્કષવા સ્થાનિકો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો. અત્યારે માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ આગામી દિવસોમાં રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ જશે. અને એટલે જ પ્રવાસીઓને આકર્ષવા તેમજ સ્થાનિકોને રોજગારી મળે તે માટે જંગલ વિસ્તારની અંદર વૃક્ષો વાવીકુદરતી આવાસો બનાવવામાં આવ્યા છે.

પ્રવાસીઓને મળશે ખાસ સુવિધા

મહત્વનું છે કે, ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે ત્યારે સ્વાભાવિક છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગરમી વધારે પડે છે. ત્યારે પ્રવાસીઓને કુદરતી વાતાવરણમાં રહેવા મળે અને ગરમીથી છૂટકારો મળે તે માટે સ્થાનિક લોકોએ ખાસ આયોજન કર્યું છે. અને તેઓ તેમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં નર્મદા જિલ્લામાં સ્થાનિકોએ રોજગારી મળે તે માટે જંગલ વિસ્તારમાં એક અલગ જ પ્રકારની વ્યવસ્થા કરી પ્રવાસીઓ અને આકર્ષી રહ્યા છે.

ગરમીમાં મળશે રાહત

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર એક રાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. ઉનાળાની ગરમીમાં અંહી આવતા પ્રવાસીઓને કુદરતી વાતાવરણમાં રહેવા મળે અને ગરમી પણ ના લાગે અને વધારે સારી રીતે પ્રવાસનો આનંદ માણી શકે માટે સુવિધા પૂરી પાડવાનું આયોજન કર્યું. આ એક જંગલ વિસ્તાર છે અને તેની અંદર ગામડાની કુદરતી થીમ પર જુદા જુદા આવાસ ઉભા કરવામાં આવ્યા છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા સ્થાનિક લોકોએ આ નવતર પ્રયોગ દ્વારા પ્રવાસીઓને સુવિધા આપવા સાથે સ્થાનિક સ્તરે રોજગારી પણ મેળવી શકાય તેવો ઉદેશ્ય પૂરો પાડ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ આર્કષણનું કેન્દ્ર

નોંધનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ભારતના ગુજરાત રાજ્યના ભારતીય રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. જે 2018માં તેના નિર્માણ સમયે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની હતી.  સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેલી ઓફ ફ્લાવર્સ તેમજ એકતા ઑડિટોરિયમ જેવા વિવિધ આર્કષણો છે જેના કારણે બાળકોથી લઈને વયસ્ક સુધીના તમામ મુલાકાતીઓને વધુ આનંદ મળે. અને એટલે જ રજાઓના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. 

  • Follow us on: