રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તેની વચ્ચે નવસારીના વાંસદામાં પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ થઈ છે. દુબળ ફળિયા ગામમાં ભાજપની મીટીંગ હતી અને આ દરમિયાન ગામમાં કોંગ્રેસના કાર્યકરોએ ઝંડા લગાવતા બબાલ થઈ હતી.
ગામના લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોબાળો













