નવસારીમાં આવેલા વાંસદા તાલુકાના ધાકમાળ ગામે રમી રહેલા 7 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધાકમાળ ગામે દીપડાએ 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. બાળક ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમ્યાન ત્યાં આવી ચડેલા દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થયો હતો બીજી તરફ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

દીપડાએ બાળક પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવી છે અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  • Follow us on: