- નવસારી વારસાદને લઇ તારાજીના દ્રશ્યો
- અનેક ગામડાઓ અને ખેતરોમાં ભરાયા પાણી
- ભારે વરસાદ થતા જગતના તાતની હાલત કફોડી
નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોને પૂર્ણાના પુરે બાનમાં લીધા હતા. પૂર્ણાના પાણી વિનાશ વેરવાની નેમ સાથે અનેક ગામડાઓ ખેતરોમાં ફરી વળ્યા હતા. જેને લઇ હવે જગતના તાતની હાલત કફોડી બની છે. ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.













