• વિદેશની ફાયર સેફ્ટી અંગે સંપૂર્ણ માહિતીનો અભાવ
  • હાલ અન્ય 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • ટોરેન્ટો ખાતે રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી નું મોત

વધુ એક ભારતીયએ કેનેડામં જીવ ગુમાવ્યો છે. કેનેડાના ટોરેન્ટોમાં રહેતા નવસારી જિલ્લાના એક વિદ્યાર્થીનું વિચિત્ર અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કેનેડાના પોતાના ઘરના ગેરેજમાં પાર્ક કરેલી કારમાં હીટર ચાલુ રહી જવાના કારણે કાર્બન મોનોક્સાઈડ ગેસ પેદા થતા ઘરમાં રહેલા સાત લોકોને ગેસની અસર થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગેના વિદ્યાર્થીના મોતના સમાચાર નવસારીમાં રહેતા તેમના પરિવારજનોને મળતા શોકનો માહોલ છવાયો છે. જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામ ના વિદ્યાર્થી નીલ પટેલનું કેનેડામાં મોત થયું છે. કેનેડાના ટોરેન્ટો ખાતે રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે.

જેમાં ગેરેજમાં પાર્ક કરેલ કાર ચાલુ રહી જતા ઘરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી ગયું હતું. નીલ પટેલ દ્વારા ભૂલમાં ઘરના ગેરેજમાં કાર ચાલુ રહી ગઈ હતી અને તેમાં હીટર ચાલુ હતું. લાંબા સમય સુધી કાર અને હીટર ચાલુ રહેતા ઘરમાં કાર્બન મોનોક્સાઈડ એલાર્મ રણકી ઉઠ્યું હતું. જેથી તમામ વિદ્યાર્થીઓએ ઘરના બારી દરવાજા ખોલી દીધા હતા.

તેમજ ઘરમાં રાખેલું પરંતુ એલાર્મ બંધ થતું ન હતું જેથી તેઓ ગેરેજમાં ગયા અને ગેરેજમાં ચેક કરતા કારનો દરવાજો ખોલતા જ તેમાંથી કાર્બન મોનોક્સાઈડ યુવાનના શ્વાસોશ્વાસમાં જતા જ નીલ પટેલ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. વિદેશ ની ફાયર સેફ્ટી અંગે સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. 

  • Follow us on: