પાડોશી દેશો તરફથી કોઈપણ પ્રકારના હુમલાને નકારી શકાય નહી

રાજનાથ સિંહે આજે વિજયાદશમીના અવસર પર દાર્જિલિંગમાં સુકના કેન્ટોનમેન્ટમાં શસ્ત્ર પૂજા કર્યા બાદ સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. આ અવસરે રાજનાથે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા પાડોશી દેશો તરફથી કોઈપણ પ્રકારના હુમલાને નકારી શકાય તેમ નથી અને કહ્યું કે, સેનાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા પાડોશી દેશો તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહીની શક્યતાને નકારી શકાય તેમ નથી અને સેનાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

વિજયાદશમીના અવસર પર દાર્જિલિંગના સુકના કેન્ટોનમેન્ટમાં 'શાસ્ત્ર પૂજા' કર્યા બાદ અને સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ રાજનાથ સિંહે આ વાત કહી.

સેના હંમેશા તૈયાર રહે: રાજનાથ

સૈનિકોને સંબોધતા રક્ષા મંત્રીએ કહ્યું કે, જ્યારથી તેમણે સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી છે ત્યારથી તેમણે હંમેશા ભારપૂર્વક જણાવ્યું છે કે, વૈશ્વિક પરિદ્રશ્ય ગમે તે હોય, તેઓએ તૈયારીઓમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.


  • Follow us on: