ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 195 સીટો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રીઓના નામ આ લિસ્ટમાં છે. ભાજપની યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે 47 ઉમેદવારો 50થી ઓછી ઉંમરના છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે 5 નેતાઓના પત્તા કપાયા છે. ચાલો જાણીએ


રિપીટ ઉમેદવાર

  • અમિત શાહ - ગાંધીનગર
  • સી આર પાટિલ - નવસારી
  • ભરતસિંહ ડાભી – પાટણ
  • પૂનમ માડમ – જામનગર
  • વિનોદ ચાવડા – કચ્છ
  • મીતેશ પટેલ – આણંદ
  • દેવુસિંહ ચૌહાણ – ખેડા
  • જસવંતસિંહ ભાભોર – દાહોદ
  • મનસુખ વસાવા – ભરૂચ
  • પ્રભુ વસાવા - બારડોલી

ગુજરાતમાં 5નવા ચહેરાઓને સ્થાન અપાયુ

  • બનાસકાંઠા – રેખાબેન ચૌધરી
  • અમદાવાદ પ.- દિનેશ મકવાણા
  • રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર – મનસુખ માંડવિયા
  • પંચમહાલ – રાજપાલસિંહ જાદવ

કોના પત્તા કપાયા ?

  • બનાસકાંઠા – પરબત પટેલ
  • અમદાવાદ પ.- કિરીટસિંહ સોલંકી
  • રાજકોટ – મોહન કુંડારિયા
  • પોરબંદર – રમેશ ઘડૂક
  • પંચમહાલ – રતનસિંહ રાઠોડ
  • Follow us on: