આગામી રાજકીય ગતિવિધિઓને ધ્યાને રાખીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપની મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે 7 સહ-પ્રવક્તા અને 2 મીડિયા સહ-ઈન્ચાર્જની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂંકોમાં અનુભવી નેતાઓ અને સંગઠનના ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

નિરીક્ષકોને તેમના વિસ્તારની ઇમેલથી જાણ કરાશે

આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપની નિરીક્ષકો નિમવા માટેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની કામગીરી અંગે ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ મોવડી મંડળે સ્પષ્ટ સૂચના આપી હતી. ટિકિટ વાંચ્છુઓને સાંભળવા પડશે. નિરીક્ષકોને તેમના વિસ્તારની ઇમેલથી જાણ કરાશે. ચૂંટણી જીતે એવા ઉમેદવારો જ શોધવા સૂચના આપવામાં આવી છે. આ માટે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદની ભલામણને નહીં ચલાવવા પણ સૂચના આપવામાં આવી છે.

હવે આ નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેશે

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરાઈ છે. હવે આ નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેશે. ત્યાર બાદ ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા પોતાના મળતીયાઓને ટિકિટ મળે તે માટે દબાણ કરાતુ પણ હવે આ બાબતે મોવડી મંડળે પણ ભલામણો નહીં ચલાવવા સૂચના આપી છે.


આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર, વલસાડના સાંસદ અને સુરતના પૂર્વ મેયરને મળી મહત્વની જવાબદારી