ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે તેને લઈને રાજકારણ ગરમાયુ છે. એક પછી એક ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ થયાને ફોન આવવા લાગ્યા છે. અંજારના ધારાસભ્ય છાંગા ત્રિકમ બિજલને પણ ફોન આવ્યો અને ગાંધીનગર ખાતે આજે તેઓ નવા મંત્રી તરીકે શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલે નવી મંત્રીમંડળ રચનામાં તેમની સદગી, સમર્પણ અને સેવા ભાવનાને માન આપતાં તેમને મંત્રી તરીકે નિમણૂક કરી છે.


જાહેરજીવનમાં લોકસેવામાં અગ્રેસર

અંજારના ધારાસભ્ય ત્રિકમ બિજલ છાંગા વર્ષોથી જાહેરજીવનમાં લોકસેવામાં અગ્રેસર રહ્યા છે. ત્રિકમ છાંગા ખેડૂત હોવાને લઈને ગ્રામ્ય વિકાસને લઈને મહત્વના કાર્યો કર્યા છે. જયારે શિક્ષણ, અને સામાન્ય જનહિતના કાર્યોમાં તેમની નિષ્ઠાના કારણે કચ્છમાં તેઓ લોકસંપર્કી નેતા તરીકે લોકપ્રિય થયા છે. એક ધારાસભ્ય હોવા છતાં તેમની સાદગી અને સુમેળ વર્તનના કારણે તેઓ લોકજીવનના દરેક વર્ગ સાથે જોડાયેલા રહ્યા છે.

2022માં અંજારનું સંભાળ્યું સુકાન

છાંગા ત્રિકમ બિજલ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંજાર મતવિસ્તારથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા સોગંદનામા મુજબ તેઓ સ્નાતક છે અને વ્યવસાયે એક ખેડૂત છે. તેમણે પોતાની સંપત્તિ પણ જાહેર કરી છે. તે મુજબ તેઓ કુલ ₹99.3 લાખની સંપત્તિ ધરાવે છે અને વાહનોમાં એક કાર છે. જ્યારે સ્થાવર મિલકતમાં ઘર, પ્લોટ તથા ખેતીની જમીન ધરાવે છે.

  • Follow us on: